દર વર્ષે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે જામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લા કક્ષાના મળી કુલ પાંચ શિક્ષકોની તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાના પારિતોષિક માટે કાલાવડ તાલુકાની બી.બી. એન્ડ પી.બી.હીરપરા માધ્યમિક કન્યા વિદ્યાલયના પાર્વતીબેન નાનજીભાઇ અમીપરા, જામનગર તાલુકાની કાંકરિયા પ્રાથમિક શાળાના ભગવાનજીભાઇ દેવજીભાઇ કટેશીયા જ્યારે તાલુકા કક્ષાના પારિતોષિક માટે જામજોધપુર તાલુકાની પરડવા તાલુકા શાળાના યોગેશકુમાર ભાણજી મોકરીયા, જામનગર તાલુકાની નાની ખાવડી પ્રાથમિક શાળાના ધર્મેશકુમાર મેરૂભાઇ કરંગીયા તેમજ જામનગર તાલુકાની કનસુમરા કન્યા શાળાના ભેંસદડિયા સીમાબેન પોપટલાલની સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવેલ છે.