મધ્યપ્રદેશ રાજ્યના બરવાની જિલ્લામાં રહેતા રાયસીંગ પ્રધાન આર્ય નામના આદિવાસી યુવાનની 16 વર્ષની તરૂણ પુત્રી જ્યોતિબેનને ગત તા. 16 મીના રોજ રાત્રિના સમયે પાણીની તરસ લાગતા તેણીએ પાણીના બદલે દવાની બોટલમાંથી રહેલી ઝેરી દવા પી લેતા તેણીને ભાણવડની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ઈન્દોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પિતા રાયસીંગ આદિવાસીએ ભાણવડ પોલીસને કરી છે.