જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ઘોડીપાસાની મીની કલબ સ્થળે એલસીબીની ટીમ રેઈડ દરમિયાન 78,700 ની રોકડ રકમ અને મોબાઇલ, બાઇક સહિત રૂા.1,83,700 ના મુદ્દામાલ સાથે 13 શખ્સોને ઝડપી લીધા હતાં.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર બ્લોક નં. ઈ-24 માં રહેતા આનંદભારથી ભીખુભારથી ગોસાઈના રહેણાંક મકાનમાં મહેન્દ્રસિંહ રૂપસિંહ રાઠોડ અને હબીબ મુસા ખફી નામના બંને શખ્સોને ઘોડીપાસાની કલબ ચલાવતા એલસીબીના હરદીપ ધાધલ, દિલીપ તલાવડિયા અને હરદીપ બારડને મળેલી બાતમીના આધારે પોલીસે અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઈડ પાડી હતી.
એલસીબીની ટીમે રેઇડ દરમિયાન આનંદભારથી ભીખુભારથી ગોસાઈ, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા રૂપસિંહ રાઠોડ, હબીબ મુસા ખફી, દુષ્યંતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, વિશ્ર્વરાજસિંહ દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ વિજયસિંહ જાડેજા, યશપાલસિંહ ભરતસિંહ જાડેજા, સલીમ દાઉદ સરગસીયા, આમદ જુમા સોરઠીયા, ધનરાજસિંહ નવલસિંહ પરમાર, યોગેશ લક્ષ્મણ પરમાર, દિવ્યરાજસિંહ તખ્તસિંહ ઝાલા, કિશોર સામજી પરમાર નામના 13 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી ઘોડીપાસાના બે નંગ, રૂા.78,700 ની રોકડ રકમ, રૂા.60000 ની કિંમતના બે બાઈક તથા રૂા.45000 ની કિંમતના આઠ નંગ મોબાઇલ મળી કુલ રૂા.1,83,700 નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ આરંભી હતી.