જામનગરની સંસ્થા લાખોટા નેચર ક્લબના સભ્યો દ્વારા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જામનગર થી ભોળેશ્વર જતા રસ્તા પર સફાઈ તથા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનના ભાગરૂપે ભોળેશ્વર પગપાળા જતાં દર્શનાથીઓ તથા કેમ્પના આયોજકોને પ્લાસ્ટિકનો યુઝ ન કરવા તથા જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન ફેકવા માટે સમજાવવામાં આવ્યા હતા, અને રોડ પર જ્યાં ત્યાં ફેંકાયેલા પ્લાસ્ટિક વેસ્ટ ને એકત્ર કરી જામનગર મહાનગર પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવલા ટ્રેક્ટર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવેલો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનીષ ત્રિવેદી, મયુર નાખવા, આનંદ પ્રજાપતિ, ભૌતિક સંઘાણી, કમલેશ રાવત, સુજેન ફળદુ ,જતીન ત્રિવેદી, ભાવેશ પઢીયાર, પાર્થ પરમાર, રોહિત ખંડેખા, મીકાંત વાડોદરિયા, સંતોષ સવિતા જોડાયા હતા અને શ્રાવણ મહિનાના દર રવિવારે રાત્રી ના આ અભિયાન ચલાવવા માટે નો એક સંકલ્પ લીધેલો હતો.