Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારલતીપરના વાડી વિસ્તારમાં દંપતી ઉપર હુમલો કરનાર છ શખ્સ ઝડપાયા

લતીપરના વાડી વિસ્તારમાં દંપતી ઉપર હુમલો કરનાર છ શખ્સ ઝડપાયા

ત્રણ સગીર સહિત છ શખ્સોની અટકાયત : એસઓજી અને ધ્રોલ પોલીસનું સંયુકત ઓપરેશન

- Advertisement -

ધ્રોલ તાલુકાના લતીપર ગામના ગોકુલપરના વાડી વિસ્તારમાં રહેતાં આદિવાસી શ્રમિક દંપતી ઉપર રાત્રિના સમયે ધારીયા જેવા હથિયાર વડે જીવલેણ હુમલો કરવાની ઘટનામાં પોલીસે ત્રણ સગીર સહિતના છ શખ્સોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામના ગોકુલપર વાડી વિસ્તારમાં જેન્તીભાઈના ખેતરમાં ખેતમજુરી કામ કરતા કમલ ઉર્ફે કમલેશ જામસીંગ વાસ્કલિયા (ઉ.વ.32) અને તેની પત્ની સંતરબાઈ નામના દંપતી ઉપર ગત તા.7 ના મધ્યરાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ધારીયા વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પીએસઆઇ પી જી પનારા તથા હેકો ડી પી વઘોરાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલા અને સીપીઆઇ એમ બી ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી એન ચૌધરી અને એસઓજીની ટીમ ધ્રોલના પીએસઆઈ પી.જી.પનારા, હેકો કલ્પેશ દલસાણિયા, કલ્પેશ કામરીયા, ધર્મેન્દ્ર વઘોરા, હિતેશ સંતોકી, પો.કો. વનરાજ ગઢાદરા, જગદીશ જોગરાણા, રવિરાજસિંહ જાડેજા, સંજય સોલંકી, જયેશ પઢેરીયા, સોન્ડાભાઇ ટોયટા અને મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે લતીપર ગામમાં જીવદયા ગૌશાળા પાસે કેનાલ નજીક આવેલી વાડીની ઓરડીમાંથી રેઈડ દરમિયાન મગન સુકેરીયા બામણીયા (લતીપર), રીંકુ શંકર બામણીયા (હમીરપર-ટંકારા), ધુંધો ઉર્ફે ધુન્દરીયા દેસીંગ ચંગડિયા (પીઠડ) અને ત્રણ સગીર સહિતના છ શખ્સોને ઝડપી લઇ ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular