જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી જાસોલિયા સોસાયટીમાં રહેતો અને શાકભાજી વેંચવાનો વ્યવસાય કરતા યુવાનનો ધંધો બરાબર ન ચાલતા આર્થિક સંકામણના કારણે લોખંડની આડસમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી જાસોલિયા સોસાયટીમાં બાપાસીતારામ મંદિરની બાજુમાં રહેતાં મીલન ભરતભાઈ ડાભી (ઉ.વ.24) નામના યુવાનનો શાકભાજીનો વ્યવસાય બરાબર ચાલતો ન હતો અને સંયુકત પરિવારમાં યુવાન એકજ કમાતો હોવાથી ઘર ચલાવવામાં આર્થિક સંકળામણ અનુભવતો હતો. આ પરિસ્થિતિથી કંટાળીને શનિવારે રાત્રિના સમયે તેના ઘરે છતમાં રહેલી લોખંડની આડસમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની મહેશભાઈ પારેજિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.