સલાયામાં હમણાં છેલ્લાં થોડા સમયથી પીજીવીસીએલ દ્વારા અવાર-નવાર લાઈટ બંધ કરી આપવામાં આવે છે. જેથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ જાય છે. કોઇપણ જાતની અગાઉથી નોટિસ આપ્યા સિવાય બે થી ત્રણ કલાક લાઈટ બંધ રહે છે. જેથી લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઇ જાયછ ે. હાલ સરકારના સૂચન મુજબ ગરીબોને રાશન આપવામાં આવે છે. જેમાં સસ્તા અનાજની દુકાનમાં ઓનલાઈન ચીઠી કાઢી અને રાશન કાર્ડ ઉપર અનાજ વિતરણ કરવામાં આવે છે જેમાં લાઈટ ત્રણ થી ચાર કલાક બંધ હોય ઓનલાઈન ચીઠી નીકળતી નથી જેથી કરી લોકોએ ફરજિયાત લાઈનમાં બેસી રહેવું પડે છે. તેમજ સરકારી કચેરી, નાના વેપારીઓ, ડેરીઓ, બધા લોકોને આ લાઈટ ના હોવાથી ભારે પરેશાની થાય છે. પીજીવીસીએલ દ્વારા આ બાબતે યોગ્ય પગલાં ભરી વીજપૂરવઠો જાળવી રાખવા લોક માંગણી ઉઠી છે.