જામનગર શહેરમાં હરીયા કોલેજ રોડ પર સાંઢીયા પુલની બાજુમાં સરદારનગરમાં રહેતી મહિલાએ તેણીના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હરીયા કોલેજ નજીક સાંઢીયા પુલની બાજુમાં આવેલા સરદારનગર શેરી નં.7 માં રહેતાં રીટાબેન ધીરુભાઈ ખુટી (ઉ.વ.45) નામના મહિલાએ શુક્રવારે સવારના સમયે તેના ઘરે રૂમના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ઘરે આવેલા મહિલાના પતિ ધીરુભાઈને પત્નીને પંખામાં લટકતી જોઇ યુવાનની માતા અને પાડોશીની મદદથી પત્નીને નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ધીરુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.