કાલાવડ ગ્રામ્યના ટોડાગામમાંથી સ્થાનિક પોલીસે બે મહિલા સહિત 11 શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા હતાં. જેમાં નવ શખ્સોની રૂા. 85540ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે અટકાયત કરી હતી. જ્યારે બે મહિલાઓને નોટીસ આપી હતી. જામનગર સીટી-એ પોલીસે ચાર શખ્સોને રૂા. 11250ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં. એક શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી. જામજોધપુરના મોટીગોપમાંથી પાંચ શખ્સો રૂા. 1360ની રોકડ રોકડ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપાયા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં ફગાસ ગામની ખારાવાડ સીમમાં ટોડાગામના કાચા રસ્તે આવેલ માર્ગ પર જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતો હોાવની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા નિરુભા જાડેજા, યોગીરાજસિંહ ઉર્ફે યોગરાજ ઉર્ફે લાલો કુંવરસિંહ જાડેજા, રણજીતસિંહ દેવુભા રાઠોડ, ભગીરથસિંહ દેવુભા રાઠોડ, રહીમ અબ્બા હાલેપોત્રા, જગદીશ બાબુ દોગા, સુરેશ બટુક ડોબરીયા, ધના અજા લાંબરીયા, મહિપાલસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા નામના 9 શખ્સોને રૂા. 85,540ની રોકડ, રૂા. 10,550ની કિંમતના 3 નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 96040ના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગા રમતાં ઝડપી લીધા હતાં. તેમજ આ જુગાર દરોડામાં બે મહિલાઓ પણ જુગાર રમતાં ઝડપાતા તેમને નોટીસ આપવામાં આવી હતી.
બીજો દરોડો જામનગર સીટી-એ પોલીસે તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ચેતન બુધ્ધા સોલંકી, રોશન રાકેશ બુટીયા, મેહુલ જયેશ વાઘેલા તથા જયેશ સાગર કુંઢીયા નામના ચાર શખ્સોને રેઇડ દરમિયાન રૂા. 11,250ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન સાગર કાંતિ ગઢવી નામનો શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામજોધપુરના મોટીગોપ ગામમાં પાણીના ટાંકા પાસે તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રામભાઇ રુડા કરથીયા, કેતન રવજી બગડા, નાનજી મેપા બગડા, જેન્તી મેપા બગડા તથા દાના મેપા બગડા નામના પાંચ શખ્સોને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 1360ની રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.