Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરના દરેડ પોલીસ સ્ટેશન સામેથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ

જામનગરના દરેડ પોલીસ સ્ટેશન સામેથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ

પંચ બી પોલીસે દારૂ અને બીયરના જથ્થા સાથે રૂા.1.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : પોરબંદરના છકડાચાલકની ધરપકડ : હાપામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો : બે શખ્સોની શોધખોળ

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ પોલીસ ચોકી પાસેથી પસાર થતી છકડો રીક્ષાને આંતરીને પંચ બી પોલીસ સ્ટાફે તલાસી લેતા રીક્ષામાંથી રૂા.1,45,350 ની કિંમતની દારૂની બોટલો અને બીયરના ટીન સહિત રૂા.1.98 લાખના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં પોલીસ ચોકી પાસેથી છકડામાં દારૂનો જથ્થો પસાર થવાની હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, પો.કો. ભયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એ.મોરી, એએસઆઈ એમ.એલ. જાડેજા, વી.ડી. રાવલિયા તથા હેકો ધર્મેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. સુમિત શિયાર, મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા, મેહુલ વિશાણી સહિતના સ્ટાફે વોચ ગોઠવી પસાર થતી બાતમી મુજબની જીજે-25-યુ-0390 નંબરની છકડો રીક્ષાને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.1,45,350 ની કિંમતની 204 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ અને રૂા.2400 ની કિંમતની 24 નંગ બીયરના ટીન તથા રૂા.500 ની કિંમતનો મોબાઇલ તેમજ રૂા.50000 ની રીક્ષા મળી કુલ રૂા.1,98,250 ના મુદ્દામાલ સાથે ભાવેશ મેરામણ કાનગળ નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર તાલુકાના હાપા ખારી વિસ્તારમાં આવેલી ઓરડીમાં એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા ઓરડીમાંથી રૂા.28000 ની કિંમતનો 1400 લીટર દેશી દારૂ મળી આવતા એલસીબીની ટીમે મુંજા જેસુર સોરીયા અને દેવશજી આલા વીર નામના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular