રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી (નાલસા)ના વડપણ હેઠળ તથા અમદાવાદ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન નીચે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દ્વારકાના જગત મંદિર ખાતે દર્શનાથીઓને કાનૂની સહાય મળી રહે તે માટે કાનૂની સહાયતા કેન્દ્રની સ્થાપના લેવામાં આવી હતી. જે કાનૂની સહાયતા કેન્દ્રની સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટીસ જે.કે. મહેશ્વરી સાહેબ દ્વારા તાજેતરમાં મુલાકાત લેવામાં આવી હતી. તેઓ દ્વારા કાનૂની સહાયતા કેન્દ્રમાં ચાલતી કામગીરીની જાણકારી મેળવી હતી અને દેવભૂમિ દ્વારકા ડી.એલ.એસ.એ. દ્વારા છેવાડાના દરેક નાગરિકોને કાનૂની સેવાનો લાભ મળી રહે તે માટે કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમ્યાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન તથા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી. વ્યાસ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કે.જે. મોદી, દ્વારકાધીશ મંદિરના વહીવટદાર, મંદિર સુરક્ષાના ડીવાયએસપી અને ડી.એલ.એસ.એ. તથા ટી.એલ.એસ.સી.ના કર્મચારીઓ અને પી.એલ.વી. સાથે રહ્યા હતા.