જામનગર તાલુકાના નાની ખાવડી ગામની સીમમાં પાયલધાર વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન ધના માલદે સિંધીયા, રણમલ દેવા સિંધીયા, રમેશ એભા, ધના કરશન લુણા, ખીમાણંદ માલદે સિંધીયા, સુરા દેવસુર સુરાણી, લાખા વીરા ઓડીસ નામના સાત શખ્સોને રૂા.61,400 ની રોકડ રકમ અને રૂા.12000ની કિંમતના છ નંગ મોબાઇલ મળી કુલ રૂા.73,400 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના મોડપર ગામમાં સરકારી દવાખાના પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આસમ અલી સંઘાર, શબીર હાસમ સંઘાર, આમદ અલી સંઘાર, નિલેશ કાંતિ હાથલિયા, ધર્મેન્દ્ર કાંતિ તુરી નામના પાંચ શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.20350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલમાં લતીપર ચોકડી પાસે તીનપતિનો જૂગાર રમતા રાજેશ ઉર્ફે રાજુ હર્ષદ નકુમ, હરજી નાનજી વાઘેલા, હરેશ રવજી વાઘેલા નામના ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રૂા.1230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.