દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રેઇડ દરમિયાન એક મહિલાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગાર રમવા માટેના સાધનો પૂરા પાડી, નાલ ઉઘરાવી રમાતા અખાડામાંથી પોલીસે જુગાર દરોડો પાડી છ મહિલાઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આ મહિલાઓ પાસેથી પોલીસે રૂપિયા 31,100 રોકડા તથા રૂપિયા 19,000 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 50,100 નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
દ્વારકામાં કેન્દ્રીય વિદ્યાલયની પાછળના ભાગેથી પોલીસે ભરતસિંહ ભીખુભા ચુડાસમા, પત્રામલભા દેરાજભા માણેક અને થાર્યાભા ભીખુભા નાયાણીને જુગાર રમતા 2,380 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પોરના નાકા પાસે પોલીસે જુગાર દરોડો પાડી, હુસેન ઈબ્રાહીમ ભટ્ટી, ધીરજલાલ ભનુભાઈ ગોહેલ, પરસોતમ સુંદરજી સવજાણી અને ઈકબાલ ઓસમાણ રૂંજાને રૂપિયા 4,010 ના મુદ્દામાલ સાથે જ્યારે બતડિયા નેસ વિસ્તારમાંથી ભોલા ખીમા જાદવ, હરીશ રાજા રાઠોડ, ભરત મોહન રાઠોડ, વિરમ ખીમા જાદવ અને ફાતા ઉર્ફે પ્રતાપ ખુમા ચૌહાણ નામના પાંચ શખ્સોને રૂપિયા 4540 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર પોલીસે મેવાસા ગામેથી રાત્રિના સમયે જુગાર રમતા દેશુર કરસન પાઉં, નારણ પાલા ગાધેર, અને કિશોર મુરુ ગાધેરને રૂપિયા 13,280 ના મુદ્દામાલ સાથે અને આ જ વિસ્તારમાંથી અન્ય એક દરોડામાં મેસુર વીરા આંબલીયા, ટપુ ઘેલા વરવારીયા અને મેસુર કેસૂર વરવારીયા ને રૂપિયા 11,340 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
ભાણવડ પોલીસે રાણપર ગામેથી રોનપોલીસ નામનો જુગાર રમતા કેશુ જમલ લાડક, ભરત કેશુ લાડક અને રવિ ટપુ લાડકને રૂપિયા 1660 ના મુદ્દામાલ સાથે જ્યારે શેઢાખાઈ ગામેથી પોલીસે દોસ્તમામદ આમદ દેથા અને ઈસ્માઈલ હાસમ સમાને વરલી મટકાનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ, આગળની કાર્યવાહી કરી હતી.