જામનગર સહિત દેશભરમાં આજરોજ 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશ દેશભકિતના રંગે રંગાયો છે ત્યારે જામનગર જિલ્લા પંચાયત ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કરી તિરંગાની સલામી આપી હતી.