જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં મૈત્રી કરારમાં રહેતી યુવતીને છેલ્લાં એક વર્ષથી યુવાન અને તેના પરિવારજનો દ્વારા શારીરિક માનસિત્ર ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી રેણુકાબેન પરમાર નામની યુવતી ગોકુલનગરમાં અયોધ્યાનગરમાં રહેતા અભય રાજેશ ચાવડા સાથે મૈત્રીકરારથી રહેતી હતી અને છેલ્લાં એક વર્ષથી અભય અને તેના પિતા રાજેશ ઉર્ફે રાજા નથુ ચાવડા, હીરીબેન રાજેશ ચાવડા, વનીતાબેન રાજેશ ચાવડા, અજય રાજેશ ચાવડા નામના પાંચ શખ્સોએ એકસંપ કરી રેણુકાબેનને અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર પણ મારતા હતાં. ઉપરાંત ‘તને મજૂરી કરવા જ લઇ આવ્યા છીએ’ તેમ કહી અભય તથા તેના પરિવારજનોને યુવતીને ડેલીએથી કાઢી મુકી મુંઢ માર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં યુવતી દ્વારા જાણ કરાતા એસસીએસટી ડીવાયએસપી દ્વારા પાંચ શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.