Monday, December 23, 2024
Homeરાજ્યહાલારસરવાણિયા નજીક બે રીક્ષા સામસામી અથડાતા અકસ્માતમાં એકનું મોત

સરવાણિયા નજીક બે રીક્ષા સામસામી અથડાતા અકસ્માતમાં એકનું મોત

- Advertisement -

કાલાવડ-ધોરાજી રોડ પર તરઘડીથી જામનગર તરફ આવતી સીએનજી રીક્ષા સાથે સામેથી આવતી સીએનજી રીક્ષાના ચાલકે અથડાતા અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જે પૈકીના પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતા ફાટક પાસે રહેતાં નવીનભાઈ હરજીવનભાઈ સોલંકી (ઉ.વ.56) નામના પ્રૌઢ ગત તા.11 જૂનના રોજ વહેલીસવારના સમયે મોહનભાઈ નાથાભાઈ સભાયાની જીજે-10-ટીડબલ્યુ-8569 નંબરની સીએનજી રીક્ષામાં તરઘડીથી જામનગર જતા હતાં તે દરમિયાન કાલાવડથી ચાર કિ.મી. દૂર ધોરાજી રોડ પર સરવાણિયા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી કાલાવડ તરફથી આવતી જીજે-10-ટીડબલ્યુ-4816 નંબરની રીક્ષાના ચાલકે પૂરઝડપે બેફીકરાઇથ્ી ચલાવી મોહનભાઈની રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં નવીનભાઈ અને રીક્ષાચાલક મોહનભાઈને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાંં નવીનભાઈ હરજીવનભાઈ સોલંકી (ઉ.વ.56) નામના પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.ડી. ઝાપડીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી જીજે-10-ટીડબલ્યુ-4816 નંબરના રીક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular