Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ફરી શરૂ

જામ્યુકો દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ફરી શરૂ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ ફરી શરુ કરવામાં આવી હતી. શહેરના ખોડિયાર કોલોની, શરુ સેકશન રોડ સહિતના વિસ્તારોમાં જામ્યુકો દ્વારા પોલીસ વિભાગને સાથે ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષો જુની રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન થઇ ચૂકયા છે. રખડતા ઢોરએ અનેક વખત અનેક લોકોને હડફેટે લીધાની ઘટનાઓ બની છે. જેમાં લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. શહેરના એકપણ માર્ગ એવો નહીં હોય કે, જ્યાં રખડતા ઢોર જોવા ન મળે. શહેરીજનોને માર્ગ પર ચાલવું કે વાહન ચલાવવામાં ખૂબ જ ભય જોવા મળતો હોય છે. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર અવાર-નવાર બે-ચાર રખડતાં ઢોરને પકડીને સંતોષ માનતો હોય છે. ત્યારે ફરી વખત જામ્યુકો દ્વારા પોલીસને સાથે રાખી રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી.
જામ્યુકો દ્વારા શહેરના ખોડિયાર કોલોની, પીએન માર્ગ, પંચવટી, શરુસેકશન રોડ, આર્યસમાજ રોડ સહિતના વિસ્તારોમાં વિવિધ ટીમો મારફત રખડતાં ઢોર પકડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારથી જ જામ્યુકોની ટીમ વિવિધ વિસ્તારમાં જઇ ઢોર પકડયા હતાં. આ કામગીરીમાં પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular