ભાણવડમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં જામજોધપુરથી આવેલા 17 વર્ષિય તરૂણને વીજશોક લાગતાં તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ કરૂણ બનાવની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામજોધપુરમાં રહેતા ધૃવિલ રિતેશભાઈ પોપટ નામના 17 વર્ષના તરૂણ ગઈકાલે ગુરુવારે સવારના સમયે ભાણવડના માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા એક વીજપોલમાં કરંટ આવતો હોવાનું તેના ધ્યાને ન આવતા આ વિજપોલને અડકી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ વીજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના પિતા રિતેશભાઈ મનસુખભાઈ પોપટ (ઉ.વ. 44, રહે. જામજોધપુર) એ ભાણવડ પોલીસને કરી છે. આ કરૂણ બનાવે ભાણવડ પંથક સાથે લોહાણા સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.