ખંભાળિયામાં આવેલા યોગેશ્ર્વર નગર વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતા રવિભાઈ રામભાઈ નંદાણીયા નામના 28 વર્ષના યુવાનના ઘરમાં રાત્રિના આશરે 11:30 વાગ્યાના સમયે એક મોટરકારમાં બેસીને આવેલા લાલપુર તાલુકાના મોડપર ગામે રહેતા કેવલ લાખાભાઈ ખવા, જામનગરના યાદવ નગર ખાતે રહેતા જીતુ ભાટિયા તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના ઘરનો ડેલો ટપી અને તેમના રૂમમાં પ્રવેશ કર્યો હતો.
ફરિયાદી રવિભાઈના માતાને આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે માર મારી અને ઘરમાં રહેલા ફ્રીજ, પંખો, મંદિર સહિતનો ઘરવખરીનો સામાન તોડી ફોડી અને વ્યાપક નુકસાની સર્જી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જતાજતા જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
ફરિયાદી રવિભાઈના ભાઈ સાથે આરોપી કેવલ ખવાને બે વર્ષ પહેલાં ઝઘડો થયો હોય, જે બાબતના મનદુ:ખના કારણે ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ત્રણ અજાણ્યા સહિત પાંચે શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 ,2), 427, 452, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.