Thursday, January 16, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં ટ્રાફિક પોલીસનું સધન ચેકિંગ

ખંભાળિયામાં ટ્રાફિક પોલીસનું સધન ચેકિંગ

પોલીસને અવગણીને નાસી છૂટેલો અમદાવાદનો વાહન ચાલક હાઈવે પરથી ઝડપાયો

- Advertisement -

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહી કડક હાથે કરવામાં આવી રહી છે. પુરપાટ વેગે દોડતા વાહન લોકોને કાબુમાં રાખવા માટે અહીંના ટ્રાફિક પોલીસને ફાળવવામાં આવેલી સ્પીડ ગન સાથે અહીંના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જવાનો દ્વારા સાધન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અહીંના ચાર રસ્તા વિસ્તાર, જામનગર હાઈવે તથા દ્વારકા હાઈવે પર ટ્રાફિક પોલીસના જવાનોએ વધુ પડતી સ્પીડમાં દોડતા વાહનો તેમજ ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સામે ઝુંબેશ ચલાવી છે.

- Advertisement -

અહીંના ટ્રાફિક પી.એસ.આઈ. એન.ડી. કલોતરા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહી દરમિયાન ખંભાળિયા નજીકથી પૂરઝડપે પસાર થતા એક બોલેરો વાહનને અટકાવતા તેનો ચાલક ટ્રાફિક પોલીસની સૂચનાને અવગણીને નાસી છૂટ્યો હતો. પરંતુ ટ્રાફિક પોલીસે તેમના વાહન મારફતે તેનો દ્વારકા હાઈવે માર્ગ પર પીછો કરી અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર સોનારડી ગામના પાટીયા પાસેથી દબોચી લીધો હતો.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનો રહીશ રવિ દશરથ હાડગડા નામનો 19 વર્ષનો યુવાન તેનું બોલેરો વાહન ભયજનક રીતે અને ડ્રાયવિંગ લાયસન્સ વગર ચલાવતા ચેકિંગ દરમિયાન આ બોલેરોમાંથી વાંસની લાકડી પણ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા પાંચ લાખની કિંમતનું બોલેરો વાહન કબજે લઈ આરોપી રવિ દશરથ સામે આઈ.પી.સી. કલમ 279 એમ.વી. એક્ટ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી. સ્પીડ ગન જેવા આધુનિક સાધનો સાથે ટ્રાફિક પોલીસ દ્વારા હજુ પણ આ ઝુંબેશ જારી રાખવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular