ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામમાં રહેતા આધેડે કોઇ કારણસર દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા કારાભાઈ રામાભાઈ નકુમ નામના 50 વર્ષના આધેડએ ગત તારીખ 31મીના રોજ પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર રવિભાઈ નકુમ (ઉ.વ. 30) એ અહીંની પોલીસને કરી છે.