Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા પાલિકા સંચાલિત ગર્લ્સ સ્કૂલમાં મેરીટમાં ઊંચા માર્ક્સ આપીને કથિત અયોગ્ય ઉમેદવારની...

ખંભાળિયા પાલિકા સંચાલિત ગર્લ્સ સ્કૂલમાં મેરીટમાં ઊંચા માર્ક્સ આપીને કથિત અયોગ્ય ઉમેદવારની પસંદગી ?

પાલિકાના સદસ્યો, હોદેદારોને વિશ્વાસમાં લીધા વગર થઈ કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકા સંચાલિત શેઠ દા.સુ. ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્યની જગ્યા ખાલી હોય, આ અંગેનો ઇન્ટરવ્યૂ ગઈકાલે યોજાયો હતો. જેમાં ગર્લ્સ હાઈસ્કુલમાં આવેલા તમામ ઉમેદવારોમાં કથિત રીતે સૌથી ઓછું મેરીટ ધરાવતા ઉમેદવારને પસંદગી કરાઈ હોવાના આક્ષેપોથી ચર્ચા જાગી છે.

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકા દ્વારા જેનું સંચાલન કરવામાં આવે છે, તે ગર્લ્સ હાઈસ્કુલમાં આચાર્યના યોજવામાં આવેલા ઇન્ટરવ્યૂ માટે તાલુકા બહારના કેળવણીકાર પસંદ કરવા, નગરપાલિકામાંથી બે વ્યક્તિ તરીકે કોને બેસવું તેનો સર્ક્યુલર ઠરાવ ન કરી સભ્યો તથા હોદ્દેદારોને જાણ કર્યા વગર કે સંકલનમાં રહ્યા વગર જ બે નામો નક્કી કરી તેમના સહિત તથા બહારના કેળવણીકારને પણ જાતે પસંદ કરી લીધા હતા. જેનું કોઈ હોદેદાર સાથે વાત કે સંકલન થયું ન હતું.

દા.સુ. ગર્લ્સ હાઈસ્કુલમાં કુલ ચાર મહિલા ઉમેદવારોએ શાળા પસંદગી કરી હતી. જેમાં ક્રિષ્નાબા ચુડાસમાને મેરીટમાં 288 નંબર હતા. તેમને શાળા જોવા આવતા અહીંતો બીજા નક્કી છે, તેમ કહી અને બીજે મોકલી દીધાનું કહેવાય છે. તો બીજા નંબરે હીરીબેન પિંડારિયાને 1238 ક્રમાંક મેરીટવારા હતા. પરંતુ સૌથી નીચે 2843 નંબરના મેરીટવારા એક મહિલા ઉમેદવારને શિક્ષણ સમિતિના ચેરમેન, બહારના કેળવણીકાર તથા પ્રમુખ દ્વારા ઊંચા માર્ક આપીને લેવામાં આવ્યાનું કહેવાય છે.

- Advertisement -

નગરપાલિકા દ્વારા રૂપિયા એક લાખના ખર્ચે વિકાસ કામ કરવામાં હોય તો પણ પાલિકાના સદસ્યો, હોદ્દેદારો તથા શહેર પ્રમુખ સાથે સંકલન કરી, ચર્ચાઓ બાદ નિર્ણય લેવામાં આવે છે. પરંતુ આચાર્યની ભરતીમાં બનેલા આ પ્રકરણ વચ્ચે રાજ્ય સરકાર મેરીટને પ્રોત્સાહન આપે છે, ત્યારે ભાજપની નગરપાલિકાના હોદ્દેદારો, શિક્ષણ ચેરમેન દ્વારા કથિત રીતે અયોગ્ય ઉમેદવારને લેવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular