જામનગર શહેરના ગોવાળ ધુંવાવનાકુ પાસે ભોઈ સમાજની વાડી નજીક જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.4800 ની રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી ચલણી નોટો પર જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.1130 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
પ્રથમ દરોડો જામનગર શહેરમાં ભોઇસમાજની વાડી પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા કિશન ગભા ગુજરીયા, શનિ કરા આસુન્દ્રા નામના બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.4800 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ચલણી નોટો ઉપર એકી-બેકીનો જૂગાર રમતા મનસુખ બટુક સિંહોરા અને સંદિપ અશોક કુંવરીયા નામના બે શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1130 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી.