જામનગર શહેરના ગુજરાતી વાડમાં કાલાવડ ગેઈટ પાસે રહેતાં યુવાનને વહેલીસવારે એકાએક પેટમાં દુ:ખાવો થવાથી ગેસની તકલીફ થતા બેશુધ્ધ થઈ જતા મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગુજરાતીવાડ વિસ્તારમાં કાલાવડ ગેઈટ પાસેની દિવાનફળીમાં રહેતો અને ખાનગી પેઢીમાં નોકરી કરતો મોહમદ મુસ્તકીમ સલીમભાઈ શેખ (ઉ.વ.29) નામના યુવાનને ગુરૂવારે વહેલીસવારના સમયે પેટમાં દુ:ખાવો થવાથી ગેસની તકલીફ થઈ હતી. જેના કારણે યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું શુક્રવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા સલીમભાઇ દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ.ગોગરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.