જામનગરના ખડખડનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.28250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જ્યારે શહેરના મોહનગનગર વિસ્તારમાં જૂગાર રમતા પાંચ મહિલાઓને રૂા.12420 ની રોકડ રકમ સાથે ઝડપી લીધી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના ખડખડનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન દેવજી ઉર્ફે દેવો નરશી ગુજરાતી, કેતન સુખા ચૌહાણ, અનિલ કારુ ગુજરાતી, ભરત કલ્યાણજી મકવાણા, રાજુ ઉર્ફે પાયલોટ નારણ સરવૈયા નામના પાંચ શખ્સોને પોલીસે રૂા.28250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરમાં મોહનનગર આવાસ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી પાંચ મહિલાઓને સીટી એ ડીવીઝન પોલીસે રૂા.12420 ની રોકડ રકમ સાથે અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.