Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારવસંતપુર નજીકથી 11 કે.વી.નો વીજવાયર તસ્કરો ચોરી ગયા

વસંતપુર નજીકથી 11 કે.વી.નો વીજવાયર તસ્કરો ચોરી ગયા

97 હજારની કિંમતના 3570 મીટર વાયરની ચોરી : પીજીવીસીએલ નાયબ ઈજનેર દ્વારા પોલીસ ફરિયાદ

જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં બાલા હનુમાનજી મંદિરથી હોથીજી ખડબા તરફ જતી 11 કે.વી. ફીડરના 34 ગાળાના 3570 મીટર વીજવાયર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં બાલા હનુમાનજી મંદિરથી હોથીજી ખડબા જતી 11 કે.વી. ગઢ ખેતીવાડી ફીડરના એલ્યુમિનિયમના 34 ગાળાના ત્રણ વીજવાયર (55 એમએમ – 2) અજાણ્યા તસ્કરો ગત તા.07 જુલાઈની રાત્રિના સમય દરમિયાન ધારદાર કટર અથવા કોઇ સાધન વડે કાપીને તેમાંથી રૂા.97,088 ની કિંમતનો 3570 મીટર લાંબો વીજવાયર ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગે પીજીવીસીએલના નાયબ ઈજનેર શીરીષકુમાર પટેલ દ્વારા જાણ કરાતા એએસઆઇ યુ.પી. પરમાર તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular