જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મહિલાએ તેણીના પતિ એ ચાર વર્ષથી અપાતા શારીરિક-માનસિક ત્રાસ આપી ગુરૂવારે પરાણે ઝેરી દવા પીવડાવી અપશબ્દો બોલી માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતાં મીનાબેન ભરતભાઈ કંડારીયા (ઉ.વ.35) નામના મહિલાને તેણીના પતિ ભરત નારણ કંડારીયા એ લગ્નજીવનના ચાર વર્ષથી પત્ની મીનાબેનને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો તેમજ ગત તા.25ના બપોરના સમયે પત્નીને પરાણે ઝેરી દવા પીવડાવી હતી તેમજ અપશબ્દો બોલી માર માર્યો હતો. પત્નીને દવા પીવડાવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ આર.એ.ચનિયારા તથા સ્ટાફે મીનાબેનના નિવેદનના આધારે તેણીના પતિ ભરત વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.