છોટીકાશીમાં દરેક વ્રતો, ઉત્સવો અને તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવાય છે. હાલ પવિત્ર પુરૂષોતમ માસ ચાલી રહ્યો છે. ત્યારે આ અધિક માસમાં ભકતો ભગવાનની અધિક ભકિત કરી રહ્યા છે. છોટીકાશીની ગલીઓ ‘આંબુડુ જાંબુડા’ અને ‘ગાય રે ગાય’ વગેરે ગીતોથી ગુંજી રહી છે. ત્યારે ચૌહાણફળી ખાતે રજપુત ખવાસ જ્ઞાતિ સંચાલીત પુરૂષોતમજી મંદિર ખાતે પવિત્ર પુરૂષોતમ માસની ઉજવણી થઈ રહી છે. ભગવાનને અલગ અલગ શણગાર, મહાઆરતી, કથા-વાર્તા પુજન ઉપરાંત શ્રીકૃષ્ણ જન્મોત્સવ પણ ઉજવાયો હતો. જે નિમિત્તે મંદિરે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે મથુરા કારાવાસના વિશિષ્ટ દર્શન યોજાયા હતાં. ભકતોએ પુરા ભાવ અને શ્રધ્ધાથી દર્શન કરીને આ વિશિષ્ટ દર્શનનો લાભ લીધો હતો.


