જામનગર તાલુકાના દરેડ ગામમાં એફસીઆઈ ગોડાઈનની પાછળના વિસ્તારમાં ચણતરની કાકરી ખરાબ થવાની બાબતે બેસવાની ના પાડતા બે પરિવાર વચ્ચે સામસામા હુમલામાં ઈંટ અને પથ્થરો વડે તથા સામાપક્ષે લોખંડના સળિયા વડે હુમલો કર્યાના બનાવમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ એફસીઆઈ ગોડાઉન પાછળ આવેલા શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીયલ પાર્કની બાજુમાં રહેતા અશોક સોમાભાઈ કંટારીયા નામના યુવાને તેના ઘર પાસે ચણતર કામની કાકરી ખરાબ થતી હોવાથી મધુ ચાંસીયાને બેસવાની ના પાડી હતી. જે બાબતનો ખાર રાખી મંગળવારે સવારના સમયે મધુ રાજા ચાંસીયા, કાના ચાંસીયા, જયસુખ નારણ વાગ અને નિકુંજ વાગ નામના ચાર શખ્સોને એકસંપ કરી અશોકભાઇ તથા તેના પુત્ર હરેશને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ઈંચ અને પથ્થર વડે માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં સામાપક્ષે અશોક સોમા કંટારીયા, હરેશ કંટારીયા અને મનોજ કંટારીયા નામના ત્રણ શખ્સોએ કાનાભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત મધુ રાજા ચાંસીયા ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરતા બંને ભાઈઓને ગંભીર ઈજા પહોંચી હતી. બંને પક્ષ દ્વારા કરાયેલા સામસામા હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચ્તા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં બનાવની જાણ થતાં એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે અશોકભાઈની ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો કર્યાની તથા સામાપક્ષે મધુ ચાંસીયાની પિતા-પુત્ર સામે હુમલો કર્યાની સામ-સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.