જામજોધપુરમાં ગામમાં પોલીસે બે જુદા જુદા જુગાર દરોડામાં 10 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રકમ અને ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના મોટી ખાવડી નજીક સીમ વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુરના પરડવામાંથી પોલીસે જૂગાર દરોડામાં પાંચ શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર ગામમાં સોમનાથ સોસાયટી પાસે જાહેરમાં જૂગાર રમતા હોવાની પો.કો. ભગીરથસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો વિરેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા, માનસંગભાઈ ઝાપડિયા, ભગીરથસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન નાનજી દેવજી સીણોજીયા, ટપુ કેશુ ગંભીર, માનશી બાવા બારડ, કમલેશ ગોપાલ શીલુ, પિન્ટુ જમન ઉનાગર સહિતના પાંચ શખ્સોને રૂા.13,600 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામજોધુપરના ત્રિશુલ ચોકમાં જાહેરમાં જૂગાર રમતા હોવાની પો.કો. ભગીરથસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે રેઈડ દરમિયાન અનિલ કાના કટારા, રોહિત બુધ્ધગીરી મેઘનાથી, ભરત દેવજી મકવાણા, રવિ મનસુખ મકવાણા, વિશાલ મનસુખ કાનાબાર નામના પાંચ શખસોને રૂા.10,560 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર જિલ્લાના ગાગવાધાર-મોટી ખાવડીની સીમમાંથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની પો.કો. બ્રિજરાજસિંહ જાડેજા, અફતર નોયડા, મહેશ જોગલને મળેલી બાતમીના આધારે પીએસઆઈ બી.બી.કોડીયાતર, હેકો જશપાલસિંહ જેઠવા, પો.કો. બ્રિજરાજસિંહ જાડેજા, અફતર નોયડા, મહેશ જોગલ, કમલેશ ગોજિયા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન અલતાફ સલીમ હીમદાણી, ભીખુ મુળજી ગોહિલ, દુદા ભીખા પરમાર, સાગર કિશોર ગોસ્વામી, દેવાણંદ વરજાંગ સીંધીયા સહિતના પાંચ શખસોને પોલીસે રૂા.11,360 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રણમલ ભુરા ઓડેદરા, સવજી રૂડા વીંઝુડા, મેરામણ છગન રાણાવડિયા, માલદે કાના વાળા, દિલીપ મેરૂ કટારીયા નામના પાંચ શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.4240 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધાં હતાં.
પાંચમો દરોડો જામનગર શહેરના વ્હોરાવાડમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા કાદર હમીદ કુરેશી નામના શખ્સને રૂા.2420 ની રોકડ રકમ અને વર્લીની સ્લીપ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો.