જામનગર નજીક ખીજડિયા બાયપાસ આવેલી હોટલના કાઉન્ટરમાંથી અજાણ્યા તસ્કરે રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત રૂા.12,500ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર ખીજડિયા બાયપાસ પાસે આવેલી ખોડિયાર હોટલમાં મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરે આવીને ટેબલના ખુલ્લા ખાનામાંથી રૂા.2500 ની રોકડ રકમ અને રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.12,500 ની માલમતા ચોરી કરી ગયાના બનાવ અંગેની સંચાલક વિશાલભાઈ મુંગરા દ્વારા જાણ કરાતા હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.