Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદેશનું સૌથી મોટું કન્વેશન સેન્ટર....

દેશનું સૌથી મોટું કન્વેશન સેન્ટર….

દિલ્હીના પ્રગતિ મેદાનમાં આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશિન કમ કન્વેન્શન સેન્ટર પરિસરનું આજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું કે આન્વેન્શન સેન્ટર ફુનિયાના અગ્રણી એક્ઝિબિશન અને સંમેલન પરિસર પૈકી એક હરો. આ પરિસરમાં જ સપ્ટેમ્બરમાં જી-૨૦ દેશોના નેતાઓની બેઠક પ્રસ્તાવિત છે. પીએમઓ વતી જહેર કરાયેલા નિવેદન અનુસાર આ પ્રોજેક્ટ પાછળ લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તેને એક રાષ્ટ્રીય પ્રોજે ટ તરીકે વિકસિત કરાયો છે. લગભગ૧૨૩ એકરના પરિસર ક્ષેત્રની સાથે IECCને ભારતના સૌથી મોટા IECCડેસ્ટિનેશન તરીકે વિકસાવાયું છે. આ ઈમારતનો આકાર શંખ જેવો છે. તેના બંને હોલમાં ૬૦૦૦ લોકો અને એમ્ફીથિયેટરમાં ૩૦૦૦ લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. જ્યારે સિડનીના ઓપેરાહાઉસની બેઠક ક્ષમતા ૫૫૦૦ જ છે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં સ્થિત ભારતનું આ ITPO સંકુલ વિશ્વના ટોચના ૧૦ સંમેલન સંકુલમાં સામેલ થયું છે. તે જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંધાઈમાં નેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધા કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular