Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગરના એરફોર્સમાંથી અફિણના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

જામનગરના એરફોર્સમાંથી અફિણના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

192 ગ્રામ અફિણના જથ્થા સાથે એરમેન અને અફિણ લઇ આવનાર ડ્રાઈવર ઝબ્બે : સીટી સી ડીવીઝન પોલીસે અફિણ કબ્જે કરી તપાસ આરંભી

- Advertisement -

જામનગર શહેરના એરફોર્સમાં સીકયોરિટીની ઓફિસમાંથી પોલીસે ચેરમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી સહિત બે શખ્સોને 192 ગ્રામ માદક પદાર્થ અફિણના જથ્થા સાથે ઝડપી લઇ બંને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -

દરિયાકિનારે આવેલા જામનગર શહેર અને જિલ્લામાં અનેક વખત નશીલા પદાર્થની હેરાફેરી તેમજ બેરોકટોક વેંચાણ કરાતા સ્થળે પોલીસ દ્વારા રેઈડ દરમિયાન ગુનેગારોને ઝડપી લઇ તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ સૌથી મોટી આશ્ર્ચર્યની બાબત એ છે કે, નશીલા પદાર્થો ઘુસી કેવી રીતે જાય છે ? આટલી સિકયોરિટી હોવા છતાં માદક પદાર્થોની ઘૂષણખોરી બેરોકટોક થઈ રહી છે અને આ પદાર્થોેનું વેંચાણ શહેરમાં થતું હોય છે. ત્યારે જામનગરના એરફોર્સમાં એરમેન તરીકે ફરજ બજાવતા રાજસ્થાનના કર્મચારીએ અફિણનો જથ્થો મંગાવ્યો હોવાનું બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એ.આર. ચૌધરી તથા પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, એન.બી. સદાદીયા, પો.કો. હર્ષદભાઈ પરમાર, ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી મંગળવારે સાંજના સમયે એરફોર્સ 1 માં સિકયોરિટીની ઓફિસમાંથી ચેરમેન તરીકે ફરજ બજાવતા રાજસ્થાનના ખુડાલા ગામનો વતની જગદીશ ઠાકરારામ જીયારામ ચૌધરી (ઉ.વ.30) નામના શખ્સને રૂા.5700 ની કિંમતના 192 ગ્રામ નશાકારક માદક પદાર્થ અફિણના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

તેમજ આ જથ્થો પુનામાં ગુરૂદ્વારા કોલોની લોહેગામમાં રહેતો અને એરફોર્સમાં સિવિલિયન ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પુનરારામ ભીલ નામના શખ્સ પાસેથી વેંચાણ અર્થે મંગાવ્યો હતો. જેના આધારે પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી હતી. જેના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે બંને શખ્સોની ધરપકડ કરી બંને વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular