ભારતમાં હાલ સમાન નાગરિક સંહિતા ને લઈ મોટી ચળવળ ચાલી રહી છે, યુનિફોર્મ સિવિલ કોડને લઈ અલગ-અલગ સાંપ્રદાય તેમજ ધર્મના લોકો પોતપોતાની રીતે લડત ચલાવી રહ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીને લઇ ભારતમાં સમાન નાગરિક ધારો લાવવા માંગતા લોકોની સંખ્યા વધુ પડતી છે. એક દેશમાં બધા માટે સમાન કાયદો અને સમાન હક ની વાત આવે ત્યારે બધાએ સ્વીકારવાની જ હોય છે. હજુ યુસીસીનો અમલ આવ્યો નથી ત્યાં જ ઘણાના પેટમાં તેલ રેડાયું છે, ત્યારે હિન્દુ સેનાએ લોકોને સાવધાન રહેવા જ કહ્યું છે. જ્યારે યુસીસીની અમલવારી થશે ત્યારે સમાજમાં વાતાવરણ અલગજ હશે. હિન્દુ સેના દ્વારા યુસીસીને ખુલ્લું સમર્થન છે, એટલું જ નહીં વાતાવરણ ને અનુરૂપ રહેવા લોકોએ સાવધાની વર્તવી પડશે. વધુમાં હિંદુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા યુસીસીને ખુલ્લા સમર્થન બાદ હિન્દુઓને હિન્દુ સેના ખુલ્લામાં મદદ કરશે અને જરૂર જણાય ત્યારે મેદાને પણ હિન્દુ સેના ઉતરશે તેવી જાહેરાત કરી છે તેમજ લોકોને સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવા અપીલ કરી છે.


