Friday, January 10, 2025
Homeરાષ્ટ્રીયરાફેલ-સબમરીનની ડીલ પાકી

રાફેલ-સબમરીનની ડીલ પાકી

ભારત-ફ્રાન્સ વચ્ચે થયા ઐતિહાસિક કરાર : પ્રધાનમંત્રી ફ્રાન્સની બેસ્ટિલ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા : ભારતીય સેનાના જવાનો અને રાફેલની ટુકડીએ પણ ભાગ લીધો

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ફ્રાન્સ યાત્રા સફળ રહી છે. ફ્રાન્સની બે દિવસની મુલાકાત દરમ્યાન ભારતીય નૌ સેના માટે રાફેલ ફાઇટર જેટ તેમજ સ્કોર્પિયન સબમરીનની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે આ ડીલને ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 સબમરીનની ખરીદશે. બાદમાં ટેકનોલોજી ટ્રાન્સફર અંતર્ગત ભારત રાફેલનું ઉત્પાદન ભારતમાં જ કરશે.

- Advertisement -

દેશના વડાપ્રધાન મોદી હાલ ફ્રાન્સની યાત્રાએ છે ત્યારે બેસ્ટિલ પરેડ યોજાઈ હતી જેમાં વડાપ્રધાન મોદી મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ બેસ્ટિલ પરેડમાં ભારતીય વાયુસેનાએ 3 રાફેલ ફાઈટર જેટ અને ફ્રાન્સના લડાયક વિમાનો સાથે ભાગ લીધો હતો. ફ્રાન્સમાં બેસ્ટિલ પરેડમાં ભારતીય નૌસેનાના જવાનોએ પણ ભાગ લીધો હતો. ફ્રાસની નેશનલ ડે બિસ્ટેલ પરેડ પહેલા ભારતના વડાપ્રધાન મોદીને ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન અને ફ્રાન્સની ફર્સ્ટ લેડી બ્રિજીટ મેક્રોએ રિસીવ કર્યા હતા.

ભારતના વડાપ્રધાન મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે ત્યારે આજે તેમણે ફ્રાન્સની નેશનલ ડે પરેડ બેસ્ટીલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. પરેડ શરૂ થઈ તે પહેલા પરેડ સ્થળ એમ્સ એલ્સીઝ ખાતે વડાપ્રધાન મોદીને ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન અને ફર્સ્ટ લેડી બ્રિજીટ મેક્રોએ રિસીવ કર્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ મેક્રોએ મોદીને ગળે લગાવીને સ્વાગત કર્યુ હતું. ફ્રાન્સ ખાતે યોજાયેલ બેસ્ટીલ ડે પરેડમાં ઈન્ડીયન આર્મ્ડ ફોર્સીઝના 269 સભ્યોના દળોએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના ત્રણ રાફેલ ફાઈટર જેટે પણ ફ્રાન્સના લડાયક વિમાનો સાથે ચેમ્સ એલ્સીઝના આકાશમાં ફલાય પાસ્ટ સામેલ થયા હતા. આ પરેડમાં ભારતીય સેનાના પંજાબ રેજીમેન્ટના 77 માંર્ચીંગ ટીમ અને બેન્ડના 38 જવાનો પણ સામેલ થયા હતા.

- Advertisement -

સેનાની ટુકડીને નેતૃત્વ કેપ્ટન અમન જગતાપે કર્યું હતું. ભારતીય નૌસૈનિક દળના કમાન્ડર વ્રત બધેલે પણ નેતૃત્વ કરેલું હતું. આ પરેડમાં ફ્રાન્સમાં ઈન્ડીયન એરફોર્સની ટુકડીનું નેતૃત્વ સ્કવોડ્રન લીડર સિંધુ રેડ્ડીએ કર્યું હતું. આ પરેડમાં ભારતીય દળમાં મોજૂદ રાજપૂતાના રાયફલ્સ દ્વારા સારે જહાં સે અચ્છા ની ધૂન વગાડી હતી. ફ્રાન્સમાં યોજાયેલી બેસ્ટીલ ડે પરેડમાં ભારતના ત્રણેય પાંખના જવાનોને અનેરું આકર્ષણ ઉભું કરી રંગ દેખાડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular