Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારપરિણીત પ્રેમીથી વ્યથિત ખંભાળિયાની મહિલાએ આપઘાતનો પ્રયાસ

પરિણીત પ્રેમીથી વ્યથિત ખંભાળિયાની મહિલાએ આપઘાતનો પ્રયાસ

ખંભાળિયા શહેર નજીક દ્વારકા માર્ગ પરની સરકારી હોસ્પિટલ પાસે આવેલા એક પુલ પરથી આપઘાત કરવા માટે એક મહિલા પહોંચી હોવા અંગેની જાણ 181 અભયમ ટીમને કરવામાં આવી હતી.

- Advertisement -

આથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનના પલવીબેન વાઘેલા અને મહિલા પોલીસ કર્મી નજમાબેન કંઠીયા આ સ્થળે દોડી ગયા હતા જ્યાં સૌ પ્રથમ તો આપઘાત કરવા નીકળેલી આશરે 32 વર્ષની આ યુવતીને અભયમ ટીમે અટકાવી અને કાઉન્સિલિંગની જરૂર જણાતા તેણીને સમજાવટપૂર્વક આ પગલું ભરતા અટકાવી હતી.

ભોગ બનનાર મહિલાનું કાઉન્સિલિંગ કરવામાં આવતા અભયમ ટીમને જાણવા મળ્યું હતું કે આ મહિલાને તેણીના લગ્નજીવન દરમિયાન 14 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી છે. છેલ્લા કેટલાક સમયથી પતિ સાથે મનદુ:ખ હોવાના કારણે તેણીના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી આ મહિલા એક યુવાનના પ્રેમમાં પડી હતી. જે પણ પરિણીત હતો. પીડિત મહિલા તથા યુવક વચ્ચે મૈત્રી કરાર બાદ આ યુવાન પોતાના પત્નીને છૂટાછેડા આપવા માંગતો ન હતો. દરમિયાન પીડિત મહિલા પ્રેમી યુવાનના ઘર સુધી પહોંચી હતી જ્યાં પ્રેમી યુવાનના પત્નીએ ધક્કા મારીને આ મહિલાને ઘરેથી કાઢી મૂકી હતી.

- Advertisement -

આ બનાવથી વ્યથિત મહિલા અહીંની સિવિલ હોસ્પિટલ પાસેના પૂલ નજીક પહોંચી અને આત્મહત્યા કરવાનું વિચારતા 181 અભયમને આ બાબતની જાણ થતા આપધાત કરતા તેણીને અટકાવી હતી અને જરૂરી કાઉન્સિલિંગ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular