કાલાવડ તાલુકાના લલોઇ ગામના વાડી વિસ્તારમાં આવેલા વોંકળામાં ન્હાવા પડેલી બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના લલોઇ ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને મજુરી કામ કરતા આદિવાસી પરિવારની બાળકી સમાયડીબેન અમદાભાઈ નાયક (ઉ.વ.14) નામની બાળકી સોમવારે સાંજના સમયે સીમમાં આવેલા વોંકળામાં અન્ય છોકરાઓ સાથે ન્હાવા ગઈ હતી તે દરમિયાન પાણીમાં ગરક થઈ જતા ડુબી જવાથી બેશુદ્ધ થઈ ગઈ હતી. દરમિયાન સ્થાનિક લોકોએ બાળકીને બેશુધ્ધ હાલતમાં બહાર કાઢી કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જંગલિયાભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.