Monday, December 23, 2024
Homeવિડિઓભાણવડના ઘુમલી ખાતે આશાપુરા મંદિરનો માર્ગ ‘મગરની પીઠ સમાન’ - VIDEO

ભાણવડના ઘુમલી ખાતે આશાપુરા મંદિરનો માર્ગ ‘મગરની પીઠ સમાન’ – VIDEO

ઘુમલી ગેઇટથી મંદિર સુધીનો માર્ગ પર પ્રવાસીઓને હાલાકી

- Advertisement -

વાદળો સાથે વાતું કરતો બરડો ડુંગર જયાં બિરાજતા આશાપુરા માતાજીનું મંદિર હાલ ચોમાસા ઋતુની શરૂઆતમાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યાં જવાનો માર્ગ મગરની પીઠ સમાન બનતા પ્રવાસીઓને મુશ્કેલી પડે છે અને તેઓ તંત્ર પાસે આ માર્ગની સમસ્યાનો ઉકેલ મળે તેવી આશા રાખી રહી છે. જયાં કુદરતે મન મુકીને પ્રકૃત્તિને ખિલાવી છે . રમણીય સ્થળ એટલે ભાણવડ નજીક આવેલો બરડો ડુંગર બરડા ડુંગરમાં મેઘમહેર બાદ પ્રકૃત્તિ નવા સાજ શણગાર સાથે સોળે કળાએ ખીલી ઉઠી છે. ચોમાસાની ઋતુમાં શમણીય સ્થળની હજારો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે.ત્યારે ઘુમલી ગેઇટથી મંદિર સુધીનો માર્ગ મગરની પીઠ સમાન થઇ જતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે તંત્ર દ્વારા આ માર્ગનો પ્રશ્ર્ન હલ કરવા માટે માંગ કરાઇ છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular