Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારમીઠાપુર પાસે ટોરસે હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે મોત

મીઠાપુર પાસે ટોરસે હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે મોત

- Advertisement -

ઓખા મંડળના મોજપ ગામમાં રહેતો યુવાન દ્વારકા-ઓખા હાઈ-વે પરની ગૌશાળા નજીકથી ચાલીને જતો હતો તે દરમિયાન પૂરપાટ આવી રહેલા ટોરસે ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા ભરતભા પાલાભા માણેક નામના 35 વર્ષના યુવાન દ્વારકા-ઓખા હાઈવે પરની માધવ ગૌશાળા પાસેથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ટીટી 5257 નંબરના એક ટોરસ ટ્રકના ચાલકે ભરતભા માણેકને અડફેટે લીધા હતા.

આ જીવલેણ ટક્કરમાં ભરતભાને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના માતા ધીરબાઈ માણેકએ મીઠાપુર પોલીસને કરતા પોલીસે ટોરસ ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular