કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામની સરકારી શાળામાં તસ્કરોએ ત્રાટકીને રૂમનું તાળુ તોડી રૂા.56 હજારની કિંમતનું એલઈડી ટીવી ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના હર્ષદ બંદરના ગાંધવી ગામની સરકારી શાળા નંબર 2 માં થોડા સમય પૂર્વે કોઈ તસ્કરોએ રૂમનું તાળું તોડી અને પ્રવેશ કર્યો હતો. અહીં રાખવામાં આવેલું રૂ. 56,238 ની કિંમતનું 55 ઈંચનું સેમસંગ કંપનીનું એલઈડી ટીવી કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું. જે અંગે શાળાના શિક્ષક હરેશગીરી બચુગીરી ગોસ્વામી દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 380, 454 તથા 457 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.