કલ્યાણપુર તાલુકાના જામ ખીરસરા ગામમાં રહેતાં વૃદ્ધ તેના ઘરે જતા હતા તે દરમિયાન એક શખ્સે પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના જામ ખીરસરા ગામે રહેતા ડાયાભાઈ જેઠાભાઈ પિપરોતર નામના 60 વર્ષના સગર વૃદ્ધ પોતાના સમાજની વાડીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે મેઈન બજાર વિસ્તારમાં આ જ ગામના કેશુર દેવા કરમુર નામના શખ્સે તેમને અટકાવી અને “તું મેલી વિદ્યા વારો માણસ છો અને અહીંથી કેમ નીકળો છો.” તેમ કહી અને પથ્થરના ઘા મારીને ઈજાઓ કર્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકના નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે જુદી જુદી કલમ હેઠળ આરોપી કેશુર દેવાભાઈ સામે કાર્યવાહી કરી છે.