ધ્રોલ તાલુકામાં જાલિયા માનસર ગામ રેલવે અંડરબ્રીજ પાસેથી મોટરો તથા કેબલ વાયરની ચોરી થયા અંગેની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામ રેલવે અંડરબ્રીજ પાસેથી તા.23 જૂનના સાંજે 7 વાગ્યાથી તા.24 જૂન સવારે 7 વાગ્યા સુધીના સમય દરમિયાન ફરિયાદી દિનેશભાઈ કેશવજીભાઈ કગથરાની મોટરો તથા કેબલ વાયરો જેની કિંમત અંદાજિત રૂા.27,700 ની ચોરી થયા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ધ્રોલ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.