Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતસરકારી સ્કીમમાં ગુજરાતના મંદિરોનું 200 કિલો સોનું જમા

સરકારી સ્કીમમાં ગુજરાતના મંદિરોનું 200 કિલો સોનું જમા

- Advertisement -

વિશ્વમાં સોનાની ખરીદીમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ભારતમાં નાગરિકો પાસે તો અઢળક સોનુ છે જ સાથોસાથ મંદિરો પાસે પણ સોનાનો ભંડાર છે. ગુજરાતના મંદિરો પણ બાકાત નથી. ગુજરાતના મંદિરોએ કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 200 કિલો સોનુ ડિપોઝીટ કર્યુ હોવાના સંકેત છે.

- Advertisement -

આઈઆઈએમ અમદાવાદના ઈન્ડીયા ગોલ્ડ પોલીસી સેન્ટર દ્વારા કરાયેલા અભ્યાસમાં એવુ તારણ નીકળ્યું છે કે કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં માત્ર 0.22 ટકા ઘરેલુ (લોકો-પરિવાર પાસે પડેલુ) સોનુ ડિપોઝીટ થયુ છે જયારે અંબાજી તથા સોમનાથ મંદિરે ટુંકાગાળા માટે 200 કિલો સોનુ ડિપોઝીટ કરાવ્યુ છે. વર્તમાન ભાવ પ્રમાણે સોનાની આ કિંમત 120.6 કરોડ થવા જાય છે. સોનાનો દસ ગ્રામનો ભાવ રૂા.60300 છે. જાહેર ક્ષેત્રની બેંકના એક સીનીયર અધિકારીએ કહ્યું કે મંદિરોને દાન પેટે સોનુ પણ મળતુ હોય છે. અનેક મંદિરો પાસે સોનાનો ભંડાર છે તે સરકારી સ્કીમમાં જમા કરાવવા કેન્દ્ર આહવાન કરે છે.

મધ્યમ ગાળા માટે સોનાની ડિપોઝીટ પર વાર્ષિક 2.25 ટકા તથા લાંબાગાળાની ડિપોઝીટ પર 2.50 ટકા વ્યાજ મળે છે. મંદિરો માટે તો આ લાભની જ વાત છે. કારણ કે ડિપોઝીટ પાકે ત્યારે બજારભાવ ઉપરાંત વ્યાજ પણ મળે છે.
ગુજરાતમાં સૌથી વધુ સોનુ ડિપોઝીટ કરાવવામાં અંબાજી મંદિર મોખરે છે. મંદિર ટ્રસ્ટના સભ્ય એવા બનાસકાંઠા જીલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે મંદિર દ્વારા ત્રણ તબકકે 168 કિલો સોનુ ડિપોઝીટ કરાવાયુ છે. 140 કિલો સોનાનો શણગારમાં ઉપયોગ થઈ રહ્યો છે. ભાવિકો સોના મારફત દાન આપે જ છે.

- Advertisement -

ઉપરાંત દાનપેટીમાંથી પણ સોનુ કે દાગીના નીકળતા હોય છે. સોમનાથ મંદિરમાં દાન પેટે મળતા સોનાનો ઉપયોગ મોટાભાગે મંદિરને સોનાથી મઢવામાં કરે છે છતાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 6 કિલો સોનુ ડિપોઝીટ કર્યુ છે. ટ્રસ્ટી પી.કે.લહેરીએ કહ્યું કે 150 કિલો સોનુ મંદિરના ઉપયોગમાં લેવાયુ છે. બેંકીંગ સૂત્રોએ કહ્યું કે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ દાનમાં સોનુ મળે છે અને તેના દ્વારા પણ સરકારી સ્કીમમાં જમા કરાવાયુ છે. જો કે, સચોટ આંકડો પ્રાપ્ય નથી. દ્વારકાના દ્વારકાધીશ મંદિરના કમલેશ શાહે કહ્યું કે મંદિરે કયારેય સરકારી સ્કીમમાં સોનુ ડિપોઝીટ કરાવ્યુ નથી. કારણ કે મંદિરને ભાગ્યે જ સોના સ્વરૂપે દાન મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular