Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયઉત્તરમાં આફત લઇ આવ્યું ચોમાસું

ઉત્તરમાં આફત લઇ આવ્યું ચોમાસું

હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી : ગુજરાતના બે જિલ્લામાં રેડ અને ત્રણમાં ઓરેન્જ એલર્ટ : માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના

- Advertisement -

ઉત્તર ભારતમાં ખાસ કરીને પહડી રાજયોમાં છેલ્લા કેટલાક દિવસોથી આફતનો વરસાદ વરસી રહ્યો છે. ઉતર ભારતના રાજયોમાં ભારે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ લેન્ડસ્લાઇડ, પાણી ભરાવા, રસ્તા ધોવાઇ જવા જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છેે. દરમયાન હવામાન વિભાગે રાજધાની દિલ્હી સહિતના રાજયોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જયારે યુપીમાં 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ બે દિવસ રાજયમાં સાર્વત્રિક વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. બે જિલ્લામાં રેડ અને 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. રાજ્યમાં સતલજ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદને કારણે ઘણા લોકોના મોત થયા છે. બીજી તરફ ઘણા લોકો બેઘર બન્યા છે. શિમલામાં ભૂસ્ખલનના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વરસાદને કારણે આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉત્તરાખંડમાં આજે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હવમાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. મધ્યપ્રદેશ અને વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે સુરત જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા.રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં ગઉછઋની ટીમ મોકલવામાં આવશે તેમજ ગીર સોમનાથ અને દિવમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ભારે વરસાદની ચેતવણીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular