દક્ષિણ રેલવેના કોચુવેલી રેલવે સ્ટેશન યાર્ડ માં આવેલ પીટ લાઇનના સમારકામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી પોરબંદર-કોચુવેલી અને કોચુવેલી-પોરબંદર સાપ્તાહિક એક્સપ્રેસ 29 જૂનથી લઈને 13 જુલાઈ સુધી પ્રભાવિત થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર તા. 29.6.2023, તા. 6.7.2023 અને 13.7.2023ના રોજ પોરબંદર સ્ટેશનથી ઉપડતી ટ્રેન નંબર 20910 પોરબંદર-કોચુવેલી સાપ્તાહિક એક્સપ્રેસ એર્નાકુલમ જંકશન સ્ટેશન પર ટૂંકી સમાપ્ત થશે. આમ આ ટ્રેન એર્નાકુલમ અને કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
તા. 2.7.2023, 9.7.2023 અને 16.7.2023ના રોજ કોચુવેલીથી ઉપડતી ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર સાપ્તાહિક એક્સપ્રેસ કોચુવેલીને બદલે એર્નાકુલમ જંક્શન સ્ટેશનથી ઉપડશે. આમ આ ટ્રેન કોચુવેલી અને એર્નાકુલમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.