ખંભાળિયા-દ્વારકા હાઈવે પર કુવાડીયા ગામે એક કૂવામાં એક નંદી ખાબક્યું હોવાની જાણ સ્થાનિક રહીશો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જેના અનુસંધાને સંસ્થાના કાર્યકરો દ્વારા તાકીદે આ સ્થળે દોડી જઈ અને લાંબી જહેમત બાદ સુરદાસ એવા આ નંદીને પાણી ભરેલા કુવામાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું.