જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સાંઢીયા પુલ પાસેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની ત્રણ બોટલ દારૂ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના સાંઢીયા પુલ પાસેના વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી તલાસી લેતા રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા પોલીસે શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, રાજકોટ-જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા કારખાના નજીકથી પંચ બી પોલીસે જગદીશ ચનાભાઇ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પુછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં અનિલ આંબલિયાની સંડોવણી હોવાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. બીજો દરોડો, જામનગરના સાંઢીયા પુલ નજીક આવેલા ખાખીનગર વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા જેસાઈબેન ગોજિયાના મકાનમાંથી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા પોલીસે મહિલા અને અનિરૂધ્ધ આંબલીયા નામના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.