જામનગર શહેરમાં ઈન્દિરા કોલોની વિસ્તારમાં રહેતાં યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં રેલવે પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઈન્દિરા કોલોની વિસ્તારમાં રહેતાં પ્રકાશ આંબાભાઈ પડાયા નામના યુવાને આજે કોઇ કારણસર રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા રેલવે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની તપાસ આરંભી હતી.