જામનગર શહેરના દરબારગઢ, હવાઈ ચોક, એસ.ટી.ડેપો વિસ્તારમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા નંબર પ્લેટ, લાયસન્સ, ગાડીના કાગળો જેવા દસ્તાવેજો સંદર્ભે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના વિસ્તારોમાં રાત્રીના સમયે આવારા તત્વો રખડપટ્ટી કરતા હોય છે. જે સંદર્ભે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી સીટી એ ડીવીઝન પીઆઇ એન.એ.ચાવડા તથા પીએસઆઇ વી.આર. ગામેતી સહિતના સ્ટાફે એસ.ટી.ડેપો રોડ, દરબારગઢ બહાર આવેલા નુરી ચોકડી, હવાઈચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહનોના દસ્તાવેજો, કાગળો, નંબરપ્લેટ, લાયસન્સ સંદર્ભે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નંબર પ્લેટ વગરના વાહનોને ડીટેઈન કરવામાં આવ્યાં હતાં. સીટી એ ડીવીઝન દ્વારા સરાહનીય કામગીર કરવામાં આવી છે પરંતુ આવી કામગીરી શહેરના દરેક વિસ્તારોમાં કરવામાં આવવી જોઇએ. કેમ કે અમુક વિસ્તારોમાં રાત્રિના સમયે લુખ્ખા તત્વો પ્રજાને પરેશાન કરતા હોય છે.