Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરહાપા માર્કેટ યાર્ડમાં જીરૂંના ઐતિહાસિક ભાવ

હાપા માર્કેટ યાર્ડમાં જીરૂંના ઐતિહાસિક ભાવ

- Advertisement -

હાપા માર્કેટીંગ યાર્ડમાં જીરૂંની હરાજીમાં અત્યાર સુધીના સૌથી ઉંચા રેકોર્ડબ્રેક ભાવો બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ હતી. 1 મણ એટલે કે 20 કિલોના રૂપિયા 10225 સુધીનું રેકોર્ડબ્રેડ ભાવો બોલાયા હતા.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર સંચાલિત હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતો જીરૂંના વેચાણ માટે પહોંચ્યા હતા. જેમાં જીરૂના એક મણના રૂા. 1022પ જેટલા રેકોર્ડબ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. આ ભાવો હાપા માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીના સૌથી વધુ ભાવ હોવાનું હાપા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂર તાલુકાના નંદાણા ગામના ખેડૂત પાલા અરજણ આંબલીયાના જીરૂંની આર. રવજી એસોસિએટસ દ્વારા ખરીદી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular